BSNL ની ધમાકેદાર ઓફર રૂ.૫૦ માં ૨૦GB ઈન્ટરનેટ

નવી દિલ્લી: બીએસએનએલે પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે એક ધમાકેદાર ઑફર લૉંચ કરી છે. આ ઑફરના મારફતે તમે આખા દેશમાં વગર કનેક્શને ઈંટરનેટ સેવા મેળવી શકશો. આ ઓફર મારફતે એક યૂઝરને માત્ર ઈંટરનેટ કનેક્શન લેવું પડશે. આ એક કનેક્શનમાં 4 યુઝર્સ કનેક્ટ કરી શકશે અને વગર કનેક્શન ઈંટરનેટ સેવાનો ઉપયોગ કરી શકશે.

આ ઓફરને જોતા એવું લાગી રહ્યું છે કે, સરકાર દેશના દરેક લોકોને ઈંટરનેટ વાપરતા જોવા માંગે છે અને આ યોજના ડિજિટલ ઈંડિયાને વધારવા માટેનું કામ કરશે. આ યોજનાની ખાસ વાત એ છે કે, BSNL યૂઝર દેશના કોઈ પણ ખૂણે રહેનાર બીજા BSNL યૂઝર સાથે કનેક્ટ કરી શકે છે.
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે BSNL મોબાઈલ સેફ કેયક પોર્ટલ પર જવાનું રહેશે અને સારી ડિટેલ્સ ફોલો કરવી પડશે. આ પોર્ટલમાં તમને 4 અલગ અલગ મોબાઈલ યૂઝર્સના નંબર માંગવામા આવશે, જેમાં તમે તમારા કનેક્શનની સાથે બીજા ચાર નંબર કનેક્ટ કરવા માંગો તેના નંબર આપવાના રહેશે. બસ તેના પછી પાંચે યુઝર્સો 3જી સ્પીડ સાથે ઈંટરનેટની મઝા લઈ શકશો અને બીજા ચાર યૂઝર્સોનું બિલ મુખ્ય એડમિન યૂઝરે ભરવાનું રહેશે.
હવે તમે વિચારી રહ્યા હશો કે, આવામાં પૈસાનો ઉપયોગ વધારે થશે, પરંતુ ગભરાવવાની કોઈ જરૂર નથી. આ સ્ક્રીમના લીધે ઈંટરનેટ ઘણું સસ્તુ થઈ જશે. એક મહિનામાં એક યૂઝર લગભગ 1જીબી ડેટાનો ઉપયોગ કરે છે તેની કિંમત લગભગ 200 રૂપિયા થાય છે. પરંતુ BSNLની આ સ્ક્રીમ હેઠળ 5જીબી ડેટાવાળો પ્લાન લો છો તો દરેક યૂઝર્સે 100 રૂપિયા ખર્ચ કરવો પડશે. આ તો કંઈ નથી. તમે 50 રૂપિયા પ્રતિ મહીનાનો પણ ઈંટરનેટ પ્લાનનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેના માટે તમારે 20 જીબીનો પ્લાન લેવો પડશે.
BSNLના પ્રધાન રામશબ્દ યાદવના મતે, સરકાર 100 ટકા લોકોના હાથમાં ઈંટરનેટનો લાભ આપવા માંગે છે. જેના લીધે આ પ્લાન બહુ જલ્દીથી લોકો સામે મૂકી દેવામાં આવશે. આ પ્લાનના ખાસ ફીચરને જોતા આ પ્લાન ફેમિલી લવિંગ થવાર છે. કારણ કે હવે એક પરિવારમાં અલગ અલગ ઈંટરનેટ પેક કરાવવાની કોઈ જરૂર નથી. હવે ઘરના તમામ સભ્યો ઓછી કિંમતમાં ઈંટરનેટનો ઉપયોગ કરી શકશે.

Related Posts
Previous
« Prev Post